રાજ્યમાં આજથી આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગ કરી આગાહી

પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં આજથી આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ અનુમાનના

New Update
Meteorological Department predicts that there will be thunder and rain in the state for the next five days

પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં આજથી આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ અનુમાનના પગલે દક્ષિણ ગુજરાતના બંદરો પર LCS-3 સિગ્નલ અને સૌરાષ્ટ્રના બંદરો પર એક નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

ક્યાં ક્યાં પડશે વરસાદ?
આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે હળવાથી ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને, સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે આજે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની આગાહી છે.

તૈયાર પાકને નુકસાનની ભીતિ
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા આ ડિપ્રેશનને કારણે ખેડૂતો માટે આગામી ત્રણ દિવસ ભારે સાબિત થઈ શકે છે. જો આ સમયે વરસાદ ખાબકશે તો કપાસ, મગફળી સહિતના તૈયાર પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ

મહેસાણા જિલ્લાના ઊંઝા અને બહુચરાજી તાલુકામાં લાભ પાંચમ પહેલાં જ કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો પર આભ ફાટ્યું છે. વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઊંઝામાં સવારે છ વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કારતક માસમાં જાણે અષાઢી માહોલ સર્જાયો છે.

Latest Stories