/connect-gujarat/media/media_files/2025/05/03/8HDO8AUBtefMKNTP0M6D.jpg)
હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક છૂટછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવાામાન વિભાગે ઓગસ્ટના અંત સુધી રાજ્યમાં મેઘ મહેર યથાવત રહેવાના સંકેત આપ્યાં છે.
બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ આકાર લઇ રહી છે. જાણીએ રાજ્ય પર તેની શું અસર થશે. કયા જિલ્લામાં આ આ સિસ્ટમ ભારે વરસાદ લાવશે.
બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની છે.હવામાન વિભાગના અનુમાન મુજબ આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 30 ઓગસ્ટ સુધી સતત ભારે વરસાદ વરસતો રહેશે. હવામાન વિભાગે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની શક્યતા વ્યકત કરી છે. તો ગુજરાતમાં આગામી 7થી 8 દિવસ સુધી મેઘ મહેર યથાવત રહેશે. આજે અને આવતી કાલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું વધુ જોર રહેશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એકાદ બે જિલ્લાને છોડીને બાકીને જિલ્લમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ દરિયાકાંઠાના જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. બાકીના જિલ્લામાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસતો રહેશે.