રાજ્યના 4 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

New Update
રાજ્યમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડશે, હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના 4 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ પોરબંદર ,જામનગર , કચ્છ અને દ્વારકામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા ,પાટણ , મહેસાણા , સાબરકાંઠા , સુરત , જૂનાગઢ , ગીર સોમનાથ અને દિવ માં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Advertisment W3.CSS

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરવલ્લી , અમદાવાદ , ગાંધીનગર , ખેડા , આણંદ , પંચમહાલ , વડોદરા , ભરૂચ , નવસારી , વલસાડ અને તાપી , સુરેન્દ્રનગર , રાજકોટ , અમરેલી અને મોરબીમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ માટે માછીમારોને ભારે પવન અને દરિયો તોફાની રહેવાના કારણે દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગના ડૉ મનોરમા મોહંતીએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે બે દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની શક્યતા છે. ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.