હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી

સમાચાર : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે.

વરસાદ
New Update

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જ્યાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે.  જો કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ અને વડોદરા જિલ્લામાં  ભારે વરસાદ વરસશે. 

આવતીકાલે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ, આણંદ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ વરસશે. 

30 જૂને સુરત, નવસારી, વલસાડ, ભરૂચ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  1 જુલાઈના રોજ  અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Here are a few more articles:
Read the Next Article