/connect-gujarat/media/media_files/AzOUNHRtI4w7lcu4hujw.jpg)
હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી જાહેર કરી છે. રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. નર્મદા , ભરૂચ , સુરત , ડાંગ , નવસારી , વલસાડ , દમણ , દાદરા નગર હવેલી અને તાપીમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે હવામાન વિભાગ દ્વારા અમરેલી, ભાવનગર, પંચમહાલ , દાહોદ , મહીસાગર , વડોદરા અને છોટાઉદેપુરમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે રાજયમાં આગામી સાત દિવસને લઇને વરસાદની આગાહી કરી છે. સાત દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. જોકે કેટલાક જિલ્લા અતિભારે વરસાદ તો ક્યાંક હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. આજે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.