હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી

ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં ભારેથી અતિભારે

New Update
rain varsad

ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં હજુ આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. આજે અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ  છે.

7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગલ્ફ ઓફ કચ્છમાં વોલમાર્ક લો પ્રેશર અને બે મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આગામી 3 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.  સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર,  રાજકોટ અને દીવમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે. વરસાદની આગાહીને પગલે  માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ આજે વીજળીના કડાકા સાથે વરસાદ વરસી શકે છે.  

યલો એલર્ટ: આજે સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓનો સમાવેશ થાય છે.        

Latest Stories