રાજ્યના મોટાભાગના જિલ્લામાં છુટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાત | Featured | સમાચાર, રાજ્યના મોટાભાગના જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી  છે કચ્છ-સૌરાષ્ટ્રના 11

author-image
By Connect Gujarat Desk
rain-2
New Update

રાજ્યના મોટાભાગના જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી  છે. કચ્છ-સૌરાષ્ટ્રના 11, દક્ષિણ ગુજરાતના સાત, મધ્ય ગુજરાતના આઠ, તો ઉત્તર ગુજરાતના છ જિલ્લામાં આજે ઝરમર વરસાદ  વરસી શકે છે.

કચ્છ-સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને પોરબંદરમાં આજે છુટાછવાયા સ્થળો પર હળવો વરસાદ (rain) વરસી શકે છે.. તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદની શક્યતા છે.  જ્યારે તાપી, નવસારી, વલસાડમાં હળવો વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઝરમર વરસાદ વરસી શકે છે. તો મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી છે.

ઉત્તર ગુજરાતના છ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં મોસમનો મિજાજ  બદલાય શકે છે.

Here are a few more articles:
Read the Next Article