Connect Gujarat
ગુજરાત

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઇ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઇ
X

ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જેને લઈ આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. વિગતો મુજબ આજે વહેલી સવારે અરવલ્લી અને મહીસાગર જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે .

હવામાન વિભાગની આગાહી મુજબ આજે અરવલ્લી, અમદાવાદ, મહિસાગરમાં કમોસમી વરસાદ પડી શકે છે. આજે ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં વરસાદની આગાહી છે. આ સાથે દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં આજે છૂટો છવાયો વરસાદ રહેવાની સંભાવના છે.

Next Story