Connect Gujarat
ગુજરાત

દ્વારકામાં યોજાનાર આહીરાણી મહારાસની પત્રિકા ઉનાના તડ ગામ સ્થિત રાધા-ક્રુષ્ણ મંદિરે અર્પણ કરાય…

X

અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા આયોજન

તા. 23 - 24 ડિસેમ્બરે દ્વારકામાં યોજાશે આહીરાણી મહારાસ

આહીરાણી મહારાસ સંગઠન આવી પહોચ્યું ઉનાના તડ ગામે

ભગવાન રાધા-ક્રુષ્ણ અને બળદેવજીને પત્રિકા અર્પણ કરાય

દ્વારકામાં આહીરાણી મહારાસ સંગઠન વિશ્વ રેકોર્ડ પણ સર્જાશે

રાજા ધિરાજના અધ્યક્ષ સ્થાને દ્વારકા ખાતે તા. 23 અને 24 ડિસેમ્બરના રોજ અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠનની 37 હજાર આહીરાણીઓ દ્વારા વિશ્વ રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે. જેમાં ગુજરાતના દરેક ગામડાઓ તેમજ શહેરમાંથી સમસ્ત આહીર સમાજની બહેનો દ્વારા ભવ્ય રાસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેમજ જુદા જુદા ધર્મસ્થળ પર ભગવાનને આમંત્રણ પણ આ બહેનો દ્વારા આપવામાં આવી રહ્યું છે,

ત્યારે ગીર સોમનાથની બહેનો દ્વારા ઉના તાલુકાના તડ ગામ સ્થિત ભગવાન રાધા-ક્રુષ્ણ અને બળદેવજીના પૌરાણિક મંદિર ખાતે અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા મહારાસની કુમકુમ પત્રિકા ભગવાનના ચરણોમાં અર્પણ કરી આમંત્રણ પાઠવાયું હતું. આ સાથે જ તડ ગામમાં સમસ્ત આહીર સમાજની બહેનો દ્વારા પરંપરાગત પહેરવેશ સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બહેનો દ્વારા સામુહિક રાસ લેવામાં આવ્યો હતો, ત્યારે ભગવાન દ્વારકાધીશના જય નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આહીર સમાજની બહેનો તેમજ તડ ગામના આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story