Connect Gujarat
ગુજરાત

અમૂલ દૂધની કિમંતમાં થયો વધારો, નવો ભાવ આજથી થશે લાગૂ, જાણો શું છે નવા ભાવ

અમૂલ દૂધની કિમંતમાં થયો વધારો, નવો ભાવ આજથી થશે લાગૂ, જાણો શું છે નવા ભાવ
X

મોધવારીના માર વચ્ચે હવે અમૂલ દૂધની કિમંતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આજથી લાગૂ થશે. ગોલ્ડ, શક્તિ, ગાય, તાઝા અને સ્લિમ એન્ડ ટ્રીમના 1 લિટરમાં રૂા.2નો ભાવ વધારો ઝીંક્યો છે.

છ મહિનામાં અમૂલે દૂધના ભાવમાં બીજી વખત વધારો થયો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો ભાવ વધારો થયો છે. આ ભાવ વધારો આજથી લાગૂ થશે.

તો બીજી તરફ દૂધ સાગર ડેરીએ પણ દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે. આજથી પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટે 770ના બદલે 790 રૂપિયા મળશે. ડેરીના નિર્ણયથી પાંચ લાખ પશુપાલકોને ફાયદો થશે. અમૂલ ડેરીએ પણ દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરતા પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. હવે દૂધના પ્રતિ કિલો ફેટે હવે 800ને બદલે 820 રૂપિયા ચૂકવાશે.. નવો ભાવ વધારો આજથી અમલી કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, ઓગસ્ટ 2022માં બરોડા ડેરીએ ગોલ્ડમાં 5 લિટરે રૂા.10, તાઝામાં લિટરે રૂા.2નો વધારો કર્યો હતો. જ્યારે માર્ચ 2022માં શક્તિ અને ગોલ્ડમાં પ્રતિ લિટરે રૂા.2 કિંમત વધી હતી.ઉલ્લેખનિય છે કે, પશુ આહારમાં ઉપયોગમાં લેવાતા ઘાસચારા સહિતની કિંમત વધી જતાં ડેરીએ દૂધ ખરીદ કિંમતમાં વઘારી છે. જેના પગલે દૂધની કિંમતમાં પણ પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો થયો છે.

Next Story