New Update
/connect-gujarat/media/post_banners/25cb8051516abd70c8956605bf87facceb1196612a49bee4e87b1a11fe69c38c.webp)
વડોદરામાં પોલીસ બેડામાં ખળભળાટ મચાવે તેવી ઘટના સામે આવી છે. એક જ દિવસમાં શહેરના 8 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં એક રીડર સહિત અન્ય પોલીસ ઇન્સ્પેક્ટરને અન્યત્રએ ફરજ પર મુકવામાં આવ્યા છે.
તો બીજી તરફ ગૃહ રાજયમંત્રી એ ગુજરાતના પોલીસ બેડામાં જ સફાઇ શરુ કરી દીધી છે. તેમણે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર તવાઈ બોલાવી છે. આજના એક જ દિવસમાં ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસ વડા આશિષ ભાટિયા સાથે ગાઢ સંબંધ ધરાવતા PI જી.એચ.દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હજુ પણ 10થી 12 ઉચ્ચ પોલીસ અધિકારીઓ રડારમાં હોવાની માહિતી સામે આવી છે.
Latest Stories