ગુજરાતમાં સ્વાગત પોર્ટલ દ્વારા 8 લાખ કરતા વધુ નાગરિકોની સમસ્યાનું કરાયું સમાધાન

લોકોની સમસ્યાનું ઝડપી સમાધાન મળી આવે તેવા આશયથી સ્વાગત પોર્ટલની શરૂઆત કરવામાં આવી હતી. આ પોર્ટલ અંતર્ગત આશરે 22 વર્ષમાં મુખ્યમંત્રી દ્વારા રાજ્યના 8 લાખ કરતા

New Update

સ્વાગત પોર્ટલ બન્યું નાગરિકો માટે આશીર્વાદરૂપ

પોર્ટલથી લોકોની સમસ્યાનું ઝડપથી થયું સમાધાન

40 વર્ષથી વણ ઉકેલ્યા પ્રશ્નનું પણ આવ્યું સમાધાન

22 વર્ષમાં 8 લાખ નાગરિકોના પ્રશ્નોનું સમાધાન

માત્ર એક વર્ષમાં જ  7,561 કેસનો આવ્યો ઉકેલ

લોકોની સમસ્યાનું ઝડપી સમાધાન મળી આવે તેવા આશયથી સ્વાગત પોર્ટલની શરૂઆત કરવામાં આવી હતી. આ પોર્ટલ અંતર્ગત આશરે 22 વર્ષમાં મુખ્યમંત્રી દ્વારા રાજ્યના 8 લાખ કરતા પણ વધારે નાગરિકોની સમસ્યાનું મળ્યું સમાધાન કરવામાં આવ્યું છે.અમદાવાદના શ્રીકાંત ભાવસારની જમીનનો વિવાદ લગભગ 40 વર્ષથી વણ ઉકેલ્યો હતો. અનેક નિરાશા બાદ શ્રીકાંત ભાવસાર માટે 'સ્વાગતપોર્ટલ આશાનું નવું કિરણ લઈને આવ્યું હતું. આ પોર્ટલ ઉપર ફરિયાદ કર્યા પછી તેમની સમસ્યાના સમાધાન તરફ ઝડપથી કામ શરૂ થઈ ગયું છે.

નવસારીના મનજીત સિંહને પણ જમીનના કબજા બાબતે ઘણી સમસ્યાઓ હતી. મનજીત સિંહને સ્વાગત’ મોબાઈલ એપ વિશે માહિતી મળતાતેઓએ એપ મારફત જ તેઓની સમસ્યા મુદ્દે ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ બાદ માત્ર 48 દિવસમાં જ તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું હતું.

વર્ષ 2003માં શરૂ કરાયેલ આ પોર્ટલમાં જૂન 2024થી મે 2025 વચ્ચે 8,133 ફરિયાદો મળીજેમાંથી 7,561 કેસનો ઉકેલ કરવામાં આવ્યો હતો. આમછેલ્લા 1 વર્ષમાં 92.97 ટકા ફરિયાદોનું સમાધાન થયું હતું.

Latest Stories