Connect Gujarat
ગુજરાત

વટામણ 108ની ટિમે ખાખસર ગામની મહિલાની એમ્બ્યુલન્સમાંજ સફળ પ્રસુતિ કરાવી

વટામણ 108ની ટિમે ખાખસર ગામની મહિલાની એમ્બ્યુલન્સમાંજ સફળ પ્રસુતિ કરાવી
X

ખાખસર ગામ ના 30 વર્ષીય ભરવાઙ સગર્ભા મહિલાને અસહ્ય પ્રસવ પીડા થતા ૧૦૮ ટીમને જાણ કરવામાં આવી હતી. વટામણ ખાતે કાર્યરત ૧૦૮ વાનના ઈ.એમ.ટી. હિંમત ચાવડા અને પાયલોટ પ્રધ્યુમનસિંહ ધુમ્મડ તાત્કાલિક સ્થળે પર પહોંચી સગર્ભા મહિલાના રિપોર્ટ ચેક કરતા માલુમ પઙયુ કે સગર્ભા માતાના ગર્ભમા બે બાળકો છે અને માતાની હાલત બોવ જ જોખમી છે. ખાખસરથી લઈ તારાપુર તરફ જતા હતા તે દરમિયાન મહિલાની સગર્ભાને અસહ્ય પ્રસવ પીડાનો દુખાવો હતો રસ્તામાં જ પ્રસુતિ કરાવવાની ફરજ પડે તેવું લાગતા ઈએમટી હિંમત ચાવઙા અને પાયલોટની સુઝ-બુઝ અને ગાયનોકોલોઝિસ્ટ સલાહ સૂચન થી એમ્બ્યુલન્સ વાનમાં સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી.

બંને બાળકો અને માત ને નવુ જીવનદાન મળ્યુ હતુ. ત્યારબાદ પ્રસુતાને અને તેના નવજાત શિશુ ઓને સી.એચ.સી. તારાપુર ખાતે લઈ જવામાં આવ્યા હતા. દર્દીના સગાએ 108 એમ્બ્યુલન્સ વટામણ ટીમનો હ્રદયપુર્વક આભાર વ્યક્ત કરી રાજીપો ઠાલવ્યો હતો.

Next Story