રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી લઈ મધ્યમ અને ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરાઇ આગાહી

Featured | સમાચાર, હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં હળવાથી લઈ મધ્યમ અને ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી

New Update
gujarat rain

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં હળવાથી લઈ મધ્યમ અને ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે 21 સપ્ટેમ્બર અને શનિવારે અમરેલી, ભાવનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રવિવાર અને 22 સપ્ટેમ્બરના દિવસે પણ અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ રહેશે. આ સિવાય સુરત, નવસારી, ભરુચ, આણંદ, વલસાડ, છોટા ઉદેપુર,વડોદરામાં પણ વરસાદની આગાહી છે.

 

Latest Stories