Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં ચક્રવાતનો "ખતરો" : બંગાળની ખાડીમાંથી આફત આવવાની હવામાન શાસ્ત્રીની આગાહી...

રાજ્યમાં હવે ચોમાસાની વિદાયની તારીખ ધીરે ધીરે નજીક આવી રહી છે. પરંતુ મેઘરાજા વિદાય લેતા પહેલા રાજ્યને એક મોટી આપદાના ભરડામાં લેતા જશે

ગુજરાતમાં ચક્રવાતનો ખતરો : બંગાળની ખાડીમાંથી આફત આવવાની હવામાન શાસ્ત્રીની આગાહી...
X

રાજ્યમાં હવે ચોમાસાની વિદાયની તારીખ ધીરે ધીરે નજીક આવી રહી છે. પરંતુ મેઘરાજા વિદાય લેતા પહેલા રાજ્યને એક મોટી આપદાના ભરડામાં લેતા જશે. રાજ્ય પર વધુ એક ખતરો મંડરાઇ રહ્યો છે. આ ખતરો વરસાદનો નહીં પરંતુ વાવાઝોડાનો છે. જો ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આ આગાહી સાચી પડશે, તો રાજ્યમાં ચક્રવાતની આફત આવશે. આ આફત બંગાળની ખાડીમાંથી આવશે.

ગુજરાતમાં 15 સપ્ટેમ્બરથી વરસાદ ની સીઝન પૂર્ણ થવાની આગાહી પણ કરવામાં આવી છે. પરંતુ તેના પહેલા એક મોટી આફત નો ખતરો મંડરાઇ રહ્યો છે. બીજી બાજુ હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. તેમ છતાં હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 2 દિવસ સામાન્ય અને છૂટાછવાયા વરસાદને લઈને આગાહી કરી છે. 2 દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ તથા છોટા ઉદેપુરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બંગાળની ખાડીમાંથી વાવોઝાડાનો ત્રિપલ એટેકના ખતરાની સંભાવના છે. તેમણે જણાવ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં વાવાઝોડા ત્રિપલ એટેકનું અનુમાન લગાવ્યું છે. આ વાવાઝોડાને લીધે ગુજરાતના દરિયા કિનારે પવનનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડશે. અંબાલાલ પટેલે દેશ પર વાવાઝોડાની અસરની શક્યતા સાથે બંગાળની ખાડી પર સિસ્ટમ સક્રિય બનતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબકી શકે છે. તા. 6થી 8 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે, અને તા. 12થી 17 સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બનશે તેવી હવામાન શાસ્ત્રીએ આગાહી વ્યક્ત કરી છે.

Next Story
Share it