Connect Gujarat
ગુજરાત

આજે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકેનો સંભાળશે કાર્યભાળ

આજે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકેનો સંભાળશે કાર્યભાળ
X

આજે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ સંભાળશે. તેઓ પહેલા ગાંધી આશ્રમ પહોંચશે જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘીને પુષ્પાજલિ અર્પણ કરશે બાદ આશ્રમથી પ્રદેશ કાર્યલય સુધીની પદયાત્રા થશે. બાદ તેઓ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનો ચાર્જ સંભાળશે

લોકસભાની ચુંટણી પહેલા ગુજરાત કોંગેસમાં મોટો ફેરફાર થયો છે. .... હારની ગર્તામાં ધકેલાઈ ગયેલી ગુજરાત કોંગ્રેસને શક્તિસિંહ ગોહિલના રુપમાં નવી શક્તિ મળે તે આશાએ ફેરફાર થઇ રહ્યા છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી સત્તા બહાર રહેલી કોંગ્રેસ 2022ની વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ તો સાવ ભોંય ભેગી થઈ ગઈ છે... ત્યારે હવે ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાની જવાબદારી શક્તિસિંહ ગોહિલને સોંપાઈ છે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને જગદીશ ઠાકોરની હકાલપટ્ટી બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજકીય રણનીતિકાર શકિતસિંહ પર પસંદગીનો કળશ ઢોળ્યો....

Next Story