Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં ટ્રાફિક અકસ્માતોના બનાવમાં સતત વધારો, દર મિનિટે થતાં અકસ્માતમાં એક માનવ મૃત્યુ

સમગ્ર ગુજરાતમાં વાહનો વચ્ચે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો, ત્યારે દર દર બીજા અકસ્માતમાં એક માનવ મૃત્યુ થઇ રહ્યું છે.

X

સમગ્ર ગુજરાતમાં વાહનો વચ્ચે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે દર દર બીજા અકસ્માતમાં એક માનવ મૃત્યુ થઇ રહ્યું છે. ગુજરાતમાં ટ્રાફિક અકસ્માતના 15,771 કેસોમાં 13,723 લોકોને ઇજાઓ થઇ હતી, જ્યારે 8,036 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે.

છેલ્લા એક વર્ષમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ટ્રાફિક અકસ્માતોમાં સતત વધારો નોંધાયો છે. રાજ્યમાં વર્ષ 2020માં 13,898 ટ્રાફિક અકસ્માતના કેસ નોંધાયા હતા. ટ્રાફિક અકસ્માતોમાં 15,200 બનાવો રોડ અકસ્માતોના, જ્યારે 571 બનાવ રેલ્વે અકસ્માતોના હતા. રાજ્યમાં થયેલા કુલ માર્ગ અકસ્માતોમાં નેશનલ હાઇવે પર 3,376 અકસ્માતોમાં 2,017 લોકો, સ્ટેટ હાઇવે પર થયેલા 4,420 અકસ્માતોમાં 2,543 લોકો જ્યારે એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતોમાં 33 લોકોએ જીવ ખોયા હતા.

આ સિવાયના અન્ય થયેલા 7,360 રોડ અકસ્માતોમાં 2,864 લોકોના મૃત્યુ થયા હતા. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા જાહેર કરાયેલા 'એક્સિડેન્ટલ ડેથ્સ એન્ડ સ્યુસાઇ્સ ઇન ઇન્ડિયા, 2021' અહેવાલમાં આ વિગતો બહાર આવી છે. જોકે, અકસ્માતના સૌથી મહત્વના કારણોમાં ઓવરસ્પીડ, બેફામ ડ્રાઇવિંગ સૌથી વધારે જવાબદાર કારણો તરીકે ઉભરી આવ્યા છે.

Next Story