ભાવનગરના ટ્રાફિક ટ્રેનર અજય જાડેજાને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-2022 એનાયત કરાયો...

અજય જાડેજા છેલ્લા ઘણા વર્ષોથી અકસ્માત ઘટાડવાના વિવિધ ઉપાયો દ્વારા તેની જાગૃતિ લાવવાનું કાર્ય કરી રહ્યા છે

New Update
ભાવનગરના ટ્રાફિક ટ્રેનર અજય જાડેજાને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-2022 એનાયત કરાયો...

ભાવનગરના ટ્રાફિક ટ્રેનર અજય જાડેજાને ગુજરાત રાજ્યના વાહન વ્યવ્હાર વિભાગ દ્વારા સતત બીજીવાર ગુજરાત સ્ટેટ રોડ સ્ટેટ સેફટી એવોર્ડ-૨૦૨૨થી નવાજવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા સતત બીજીવાર બહુમાન કરવામાં આવ્યું હોય તેવી આ કદાચ પ્રથમ ઘટના છે. જેનાથી ભાવનગરની યશકલગીમાં વધુ એકનો વધારો થયો છે, જ્યારે ટ્રાફિક અંગેની જાગૃતિ ઘટતી જાય છે, અને તેને લીધે અકસ્માત અને તેને લઇને જાનમાલનું નુકશાન થાય છે,

ત્યારે અજય જાડેજા છેલ્લા ઘણા વર્ષોથી અકસ્માત ઘટાડવાના વિવિધ ઉપાયો દ્વારા તેની જાગૃતિ લાવવાનું કાર્ય કરી રહ્યા છે. આ માટે તેઓએ તેમની કારમાં રાજ્યભરમાં પ્રવાસ કરીને આ અંગેની જનજાગૃતિ લાવવાનું કાર્ય કર્યું છે. ટ્રાફિક ટ્રેનર અજય જાડેજા ટ્રાફિક અંગેની જાગૃતિ લાવવા માટે તેમની કાર પર વિવિધ જાગૃતિ લાવતા પોસ્ટરો લગાવીને ફરે છે. જેથી તેમની કાર પણ એક જીવંત જનજાગૃતિનું માધ્યમ બન્યું છે. આજની દોડધામભરી જિંદગીમાં લોકો ઝડપના મોહમાં અને બિનજરૂરી રીતે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરીને અકસ્માતને આમંત્રણ આપે છે.

તેઓ તો તેનું નુકશાન ભોગવે જ છે, પરંતુ તેમની ગફલતને કારણે અન્ય લોકોને પણ નુકશાન કરે છે. તેવાં સમયે ટ્રાફિક અંગેની જાગૃતિ લાવવાનું કાર્ય બિરદાવવા લાયક છે. રાજ્ય સરકારે તેમની એવોર્ડ આપીને કરેલી કદર યોગ્ય છે. નોંધનીય છે કે, અજય જાડેજાને આજ એવોર્ડ અગાઉ વર્ષ-૨૦૧૯માં પણ આપવામાં આવ્યો હતો. ગાંધીનગર ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના વાહન વ્યહાર વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે અજય જાડેજાને ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ-2022 એનાયત કરવામાં આવ્યો હતો.

Latest Stories