લોકસભા ચૂંટણી 2024ની પ્રક્રિયા વચ્ચે IPSની બઢતી અને બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આજે 74 દિવનસથી ઇન્ચાર્જથી ચાલી રહેલા સુરતને હવે નવા પોલીસ કમિશનર મળી ગયા છે. હાલ વડોદરાના પોલીસ કમિશનર એવા અનુપમસિંહ ગેહલોતને સુરતના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે વડોદરાના પોલીસ કમિશનર તરીકે નરસિંહમા કોમરને મૂકવામાં આવ્યા છે.હાલ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ સહિત 20થી પણ વધુ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે.
અનુપમ સિંહ ગેહલોત(સુરતના નવા પોલીસ કમિશનર)
નરસિમ્હા કોમર (વડોદરાના નવા પોલીસ કમિશનર)
તરૂણ દુગ્ગલને મહેસાણાના SP બનાવવામાં આવ્યા છે.
ઓમ પ્રકાશ જાટને અમદાવાદ ગ્રામ્ય SP તરીકે મૂકવામાં આવ્યા છે.
પ્રેમવીર સિંહને સુરત રેન્જ IG બનાવવામાં આવ્યા છે. ચિરાગ કોરડિયા(કચ્છ બોર્ડર રેન્જ IG)
પોસ્ટિંગની રાહ જોઇ રહેલા જે.આર.મોથલિયાને અમદાવાદ રેન્જ આઈજી બનાવવામાં આવ્યા છે.
આ આઈપીએસ અધિકારીઓનું થયું પ્રમોશન:-
સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ(હોમગાર્ડ્સ) મનોજ અગ્રવાલને પ્રમોટ કરીને DGP બનાવ્યા
કે.એલ.એન.રાવને જેલ વિભાગના એડિશનલ ડીજીને પોસ્ટને અપગ્રેડ કરીને ડીજીપી કરી છે અને એ જગ્યાએ તેમને બઢતી આપી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકનું DGP તરીકે પ્રમોશન કરવામાં આવ્યું છે.
ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એમ.ડી.હસમુખ પટેલને પ્રમોટ કરી DGP બનાવવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરના સેક્ટર-2 જોઇન્ટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાને પ્રમોટ કરી ADGP બનાવવામાં આવ્યા છે.
સુરત શહેર(સેક્ટર-1)ના જોઇન્ટ પોલીસ કમિશનર વાબાંગ ઝમીરને ADGP બનાવવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરની સ્પેશિયલ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરીને પ્રમોટ કરી ADGP બનાવવામાં આવ્યા છે.
કરાઈ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ અભય ચુડાસમાને પ્રમોશન આપી ADGP બનાવવામાં આવ્યા
ACBના જોઇન્ટ ડારેક્ટર(અમદાવાદ) બિપિન શંકરરાવ આહિરે IGP તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે.
પોસ્ટિંગની રાહ જોઇ રહેલા શરદસિંઘલને IGP તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે.
કોસ્ટલ સિક્યોરિટીના DIG પી.એલ.મલને પ્રમોટ કરીને IGP બનાવવામાં આવ્યા છે.