Connect Gujarat
ગુજરાત

IAS અધિકારીઓની બદલી શરૂ, સુરત અને વડોદરાને મળ્યા નવા મ્યુનિસિપલ કમિશનર

IAS અધિકારીઓની બદલી શરૂ, સુરત અને વડોદરાને મળ્યા નવા મ્યુનિસિપલ કમિશનર
X

રાજ્યમાં હાલ ચૂંટણી વર્ષ ચાલી રહ્યું છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ પોલીસ તથા વહીવટી ખાતામાં બદલીઓનો દોર શરૂ થયો છે. આજે વડોદરા અને સુરતના મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી છે. હાલ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો કાર્યભાર સાંભળતા શાલીની અગ્રવાલને સુરતના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. તો હાલ સુરતના મ્યુનિસિપલ કમિશનરનો કાર્યભાર સાંભળતા બંછાનિધિ પાનીને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં વડાપ્રધાન મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. તેમની મુલાકાત બાદ ગઈ કાલે રાત્રે તેઓ રવાના થયા હતા. જે બાદ ઉચ્ચ અધિકારીઓની બદલી સામે આવી છે. આવનાર સમયમાં વધુ અધિકારીઓની બદલી થઈ શકે છે.

અત્રે નોંધનીય છે કે, IAS શાલીની અગ્રવાલ વડોદરાના જિલ્લા કલેક્ટર પણ રહી ચૂક્યા છે. અને હાલ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ નિભાવી રહ્યા છે. તાજેતરમાં પીએમ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. તેઓ પરત દિલ્હી જતા જ રાજ્યમાં IAS અધિકારીઓની બદલીઓ શરૂ કરવામાં આવી છે. સૂત્રોએ ઉમેર્યુકે આવનાર સમયમાં પોલીસ તથા વહીવટી ખાતામાં વધુ બદલીઓ આવી શકે તેમ છે.

Next Story