રાજ્યમાં 70 IPSની સાગમતે બદલીના ઓડરો ફાટ્યા, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગ્યાનેન્દ્રસિંહ મલિકને હોમ કેડરમાં પાછા બોલાવાયા છે અને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે

New Update
રાજ્યમાં 70 IPSની સાગમતે બદલીના ઓડરો ફાટ્યા, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગુજરાતમાં આજે ઈન્ડિયન પોલીસ સર્વિસ(IPS)માં સાગમટે બદલીઓ કરાઈ છે, જેમાં દિલ્હીમાં ડેપ્યુટેશન પર રહેલા ગ્યાનેન્દ્રસિંહ મલિકને હોમ કેડરમાં પાછા બોલાવાયા છે અને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે, જ્યારે વડોદરાના પોલીસ કમિશનર શમશેરસિંહને ગાંધીનગરમાં લો એન્ડ ઓર્ડરના DGની જવાબદારી સોંપાઈ છે.

• શમસેરસિંહને લોએન્ડ ઓર્ડરના ડીજી બનાવ્યા

• જ્ઞાનેન્દ્રસિંહ મલિક અમદાવાદ પોલીસ કમિશ્નર

• વડોદરાના પોલીસ કમિશ્નર બન્યા અનુપનસિંહ ગેહલોત

• રાજકુમાર પાંડિયન રેલવે અને સીઆઈડી ક્રાઈમના એડિશન ડિજી

• નિરઝા ગોટરુરાવને ADGP ટ્રેનિંગ

• અભય ચુડાસમાની કરાઈ એકેડમીમાં બદલી

• એમ.એ.ચાવડાને એસટીના એક્ઝ્યક્યુટીવ ડાયરેક્ટર વિજિલંસ બનાવાયા

• કરણરાજ વાઘેલાને વલસાડના એસપી બનાવાયા

• પ્રેમવીરસિંહને અમદાવાદના રેંજ આઈજી બનાવાયા

• ડો.રવિન્દ્ર પટેલને પાટણના એસપી બનાવાયા

• સાગર વાઘમારને કચ્છ પૂર્વના એસપી બનાવાયા

• સુશીલ અગ્રવાલની નવસારીના ડીએસપી તરીકે બદલી

• નિરજ બડગુર્જરની અમદાવાદ ક્રાઈમબ્રાંચના એડિશનલ સીપી તરીકે બદલી

• બ્રજેશ કુમાર ઝા અમદાવાદ સેક્ટર ટુમાં જેસીપી

• જયદેવસિંહ જાડેજાની મહીસાગર એસપી તરીકે બદલી

• વિજય પટેલની સાબરકાંઠા એસપી તરીકે બદલી

• ભગીરથસિંહ જાડેજાની પોરબંદર એસપી તરીકે બદલી

• ડોક્ટર હર્ષદ પટેલની ભાવનગર એસપી તરીકે બદલી

• હરેશ દુધાતની ગાંધીનગર આઈબીમાં બદલી

• રાજેંદ્ર પરમારની સુરત શહેર ઝોન-6માં ડીસીપી તરીકે બદલી

• એન.એ.મુનિયાની સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી

• ઈમ્તિયાઝ શેખની છોટાઉદેપુરના એસપી તરીકે બદલી

• બન્નો જોશીની અમદાવાદ શહેર હેડ ક્વાર્ટરમાં બદલી

• તેજલ પટેલની વડોદરા હેડ ક્વાર્ટરમાં બદલી થઈ

• ચિરાગ કોરડિયાની અમદાવાદ સેક્ટર-1માં બદલી

• વી.ચંદ્રશેખરની અમદાવાદ રેન્જ આઈજી તરીકે બદલી

• બલરામમિણાને વેસ્ટર્ન રેલવેના એસપી બનાવ્યા

• વસમશેટ્ટી રવિ તેજાને ગાંધીનગરના એસપી બનાવ્યા

• હર્ષદ પટેલને ભાવનગર એસપી બનાવાયા

• રાજદીપસિંહ ઝાલા દાહોદ એસપી

• ભરૂચના એસપી લીના પાટિલની બદલી વડોદરા ખાતે કરાઇ

• ભરૂચના નવા એસપી તરીકે મયુર ચાવડા નિમાયા

જુઓ સંપૂર્ણ લિસ્ટ:- 


Read the Next Article

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા, વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં

New Update
varsada

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે.

હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક છૂટછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 

હવાામાન વિભાગે ઓગસ્ટના અંત સુધી રાજ્યમાં મેઘ મહેર યથાવત રહેવાના સંકેત આપ્યાં છે. બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ આકાર લઇ રહી છે. જને લઈ અનેક જિલ્લામાં આ સિસ્ટમ ભારે વરસાદ લાવશે.બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 30 ઓગસ્ટ સુધી સતત ભારે વરસાદ વરસતો રહેશે. હવામાન વિભાગે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની શક્યતા વ્યકત કરી છે.

Latest Stories