ગુજરાતમાં બદલીનો દોર યથાવત: ચૂંટણી પહેલા બિન હથિયારી 76 DYSPની બદલીના અપાયા આદેશ
ગુજરાતની ચૂંટણી પહેલા ગૃહવિભાગે વધુ એક ફેરફાર કર્યા છે. રાજ્યના બિન હથિયારધારી 76 DYSPની બદલીના ગૃહ વિભાગે આદેશ આપ્યા છે
BY Connect Gujarat Desk22 Oct 2022 4:26 AM GMT

X
Connect Gujarat Desk22 Oct 2022 4:26 AM GMT
ગુજરાતની ચૂંટણી પહેલા ગૃહવિભાગે વધુ એક ફેરફાર કર્યા છે. રાજ્યના બિન હથિયારધારી 76 DYSPની બદલીના ગૃહ વિભાગે આદેશ આપ્યા છે. જેમાં ખંભાળીયાના હિરેન્દ્ર ચૌધરીની અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝનમાં બદલી, બી.વી પંડ્યાની રાજકોટમાં મદદનીશ પોલીસ કમિશનર પશ્ચિમ ઝોનમાં બદલી, અમરેલીના આરી.ડી.ઓઝાની અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝનમાં બદલીના આદેશ અપાયા છે.
તાજેતરમાં જ IPS બાદ મામલતદાર કક્ષાના 24 અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં ભાવનગરના કલેક્ટર રમેશ મેરજાની નવ દિવસમાં જ બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમને ફરીથી અમદાવાદના ડેપ્યુટી કમિશનર તરીકે નિમાવામાં આવ્યા છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના એમડી ડી કે પારેખ ભાવનગરના નવા કલેક્ટર તરીકનો આદેશ કરાયો છે.
Next Story