નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે રેલ્વે સ્ટેશન પર 2 અજાણ્યા બાળકો મળી આવવાના મામલામાં પોલીસની મદદથી તેઓનો તેમના વાલીવારસ સાથે ભેટો કરાવવામાં આવ્યો હતો ગત ગુરુવારે રાત્રે એક 12 વર્ષનો અને એક 10 વર્ષ નો એમ બે બાળકો દિલ્હીના નોઈડાથી ટ્રેનમાં બેસી નર્મદા જિલ્લાના એકતા નગર રેલવે સ્ટેશનએ ઉતર્યા હતા જેને રેલવે પોલીસે પકડી પુછપરછ કરતા રેલવે પોલીસને યોગ્ય જવાબ મળ્યો ના હતો અને અને નિયમ મુજબ રેલવે પોલીસે આ બાળકોને રાજપીપળામાં આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોય્સ ખાતે સુપ્રત કર્યા હતા અહીં પણ બાળકોએ કોઈ વાત કરી ના હતી
પરંતુ ચિલ્ડ્રન હોમના સુપ્રિટેન્ડેન્ટ અને સ્ટાફ દ્વારા કાઉન્સેલિંગ કરતા માત્ર બેજ કલાકમાં 10 વર્ષના નાના બાળકે જણાવ્યું હતું કે મારી માં અમને ભીખ માંગવા મોકલે છે અને ભીખના આપીએ તો મારે છે જેથી અમે ઘરેથી ભાગીને આવ્યા છે જોકે બન્ને કાકા-કાકાના દીકરા છે એટલે મોટા 12 વર્ષના બાળકના પિતાનો મોબાઈલ નંબર તેને ખબર હતી અને તેને આ નંબર આપતા તેના પિતાનો ભેટો થયો હતો. આ સમયે લાગણીસભા દ્રશ્યો સર્જાયા હતા.