Connect Gujarat
ગુજરાત

વર્ષના બે સિલિન્ડર મફત, CNG-PNG ના ભાવમાં 10 ટકાનો ઘટાડો ગુજરાત સરકારની 'દિવાળી ગિફ્ટ'

રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના બે સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરી છે

વર્ષના બે સિલિન્ડર મફત, CNG-PNG ના ભાવમાં 10 ટકાનો ઘટાડો ગુજરાત સરકારની દિવાળી ગિફ્ટ
X

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના બે સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત CNG વાહન ધારકોને પણ સરકારે ખુશ કર્યાં છે. સરકારે CNG અને PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો કર્યો છે.

હવે CNGમાં વેટમાં ઘટાડો થવાથી ગ્રાહકોને 6થી 8 રૂપિયા જેટલો ફાયદો થશે. જ્યારે PNGમાં ગ્રાહકોને પાંચથી છ રૂપિયા જેટલો ફાયદો થશે. CNG અને PNGમાં રાહત આપવાથી સરકારને 300 કરોડનો બોજો પડશે. તે ઉપરાંત LPGમાં પણ રાહતથી સરકારને હવે કુલ 1650 કરોડનો બોજો પડશે. સરકારની જાહેરાતથી 38 લાખ LPG ધારકોને ફાયદો થશે

રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, નાગરિકો અને ગૃહિણીઓને એક હજાર કરોડ રૂપિયા જેવી રાહત મળવાની છે. સાથે જ વર્ષમાં બે સિલિન્ડ ફ્રી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 38 લાખ જેટલી ગૃહિણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે હેઠળ 650 કરોડ રૂપિયાની રાહત એટલે કે 1700 કરોડ રૂપિયા સુધીની રાહત સુધી જ જનતાના ઘરમાં કે ખિસ્સા સુધી પહોંચી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.વેટમાં રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી ગૃહિણી અને વાહનચાલકોને સીધો લાભ મળશે.

Next Story