ગુજરાતમાં બે મોટી વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી

રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.  છેલ્લા એક મહિનાથી વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ  રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.

New Update
chikhali

રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.  છેલ્લા એક મહિનાથી વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ  રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.  સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર જોવા મળ્યો છે. ગુજરાતમાં બે મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. આ સિસ્ટમના કારણે ગુજરાત પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.        

હવામાન વિભાગની આગાહી અનુસાર જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રાજસ્થાન ગુજરાતમાં સર્કિય થયું છે. જેના કારણે કેટલાક જિલ્લાઓ પ્રભાવિત થયા છે. આ કારણે  ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યમાં વરસાદ આવશે.        

ગુજરાતના સૌરાષ્ટ કચ્છમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરત તથા નવસારી માં ભારેોતા અતિભારે વરસાદની શક્યતા છે. વડોદરા, ખંભાત, બોડેલી, મહીસાગર, પંચમહાલ, તાપી નર્મદાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠાના પાલનપુર, કાંકરેજ, થરાદના ભાગોમાં ભારે વરસાદની  શક્યતા છે. દસાડા, માંડલ આજુબાજુના વનપરડી, કડવાસણ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. સાણંદ, ધોળકા, લખતર, લિંબડી, વઢવાણ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, મોરબી, ચોટીલા તથા થાનના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.   

Latest Stories