Connect Gujarat
ગુજરાત

ગુજરાતની વધુ 2 ઐતિહાસિક ધરોહરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું

ગુજરાતની વધુ 2 ઐતિહાસિક ધરોહરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું
X

ગુજરાતે વધુ બે સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતના વધુ 2 ઐતિહાસિક ધરોહરને યુનેસ્કોની યાદીમાં સ્થાન મળ્યું છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાંવધુ 2 સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડનગર અને સૂર્યમંદિરનો યુનેસ્કોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.



યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં ગુજરાતના વધુ 2 સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વડનગર અને સૂર્યમંદિર મોઢેરાને યુનેસ્કોની યાદીમાં સમાવેશ કરાયો છે, કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે, ભારતની 3 ધરોહરને યુનેસ્કોએ સ્થાન આપ્યું છે. જેમાં એક વડનગર-ઐતિહાસિક નગર, ગુજરાત તેમજ બીજુ સૂર્ય મંદિર - મોઢેરા, ગુજરાત તેમજ ઉનાકોટી, ઉનાકોટી રેન્જ સમાવેશ કરવામાં આવ્યો છે.

Next Story