Connect Gujarat
ગુજરાત

બંગાળની ખાડીમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસશે ધોધમાર વરસાદ

બંગાળની ખાડીમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસશે ધોધમાર વરસાદ
X

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસશે. 18 જુલાઈથી સૌરાષ્ટ્ર-કચ્છ , ઉત્તર અને દક્ષિણ ગુજરાત પાણી-પાણી થશે. 18 તારીખે સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસશે .

19 જુલાઈના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

Next Story