/connect-gujarat/media/media_files/2026/03/07/govind-2026-03-07-10-17-25.jpg)
આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા ક્ષેત્રના લોકપ્રિય ધારાસભ્ય વિંદભાઈ પરમારનું ગઇકાલે એટલે કે, 6 માર્ચ 2026ના રોજ હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. મળતી માહિતી મુજબ વહેલી સવારે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે આણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનના સમાચાર મળતા જ ઉમરેઠ વિસ્તાર તેમજ સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ તરફ હવે PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલે પણ તેમના નિધનને લઈ શોક વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગોવિંદભાઈ પરમાર પોતાની સાદગી, સરળ સ્વભાવ અને લોકો માટે હંમેશા ઉપલબ્ધ રહેતા નેતા તરીકે ઓળખાતા હતા. સામાન્ય પરિવારમાંથી રાજકારણમાં પ્રવેશ કરીને તેમણે સતત જનસેવા કરી અને લોકોના પ્રશ્નોને ઉકેલવા માટે પ્રયત્નશીલ રહ્યા હતા. તેમના અવસાનથી ઉમરેઠ વિસ્તારના લોકોમાં ઊંડી ખોટ અનુભવી રહી છે.
ગોવિંદભાઈ પરમારના અવસાન પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો છે. બંને નેતાઓએ તેમના જીવનમાં કરેલી જનસેવા અને રાજકીય યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગોવિંદભાઈનું અવસાન પક્ષ અને વિસ્તાર માટે મોટી ખોટ છે.