Connect Gujarat
ગુજરાત

નેશનલ કોન્ફરન્સ ઓન પ્રમોશન ઓફ સીવીડ કલ્ટિવેશન'નો કચ્છના કોટેશ્વરથી કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ પ્રારંભ કરાવ્યો

આગામી સમયમાં નાના ખેડૂતો સીવીડની ખેતી કરીને સંબંધિત ઉદ્યોગ સાથે તેનું વેચાણ કરે તે દિશામાં આ કોન્ફરન્સ મહત્વનો બની રહેશે.

નેશનલ કોન્ફરન્સ ઓન પ્રમોશન ઓફ સીવીડ કલ્ટિવેશનનો કચ્છના કોટેશ્વરથી કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ પ્રારંભ કરાવ્યો
X

કચ્છ જિલ્લાના કોટેશ્વર કેન્દ્રિય મત્સ્યપાલન મંત્રી પુરષોત્તમ રૂપાલાએ માછીમારો સાથે સંવાદ કરીને સીવીડ ખેતીની દિશામાં આગળ વધવા પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું. સીવીડ ખેતીના ક્ષેત્રને મજબૂત અને વિકસિત કરવાના હેતુથી મત્સ્યોદ્યોગ વિભાગ આ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.‌ આગામી સમયમાં નાના ખેડૂતો સીવીડની ખેતી કરીને સંબંધિત ઉદ્યોગ સાથે તેનું વેચાણ કરે તે દિશામાં આ કોન્ફરન્સ મહત્વનો બની રહેશે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ ફિશરીઝ વિભાગની કામગીરી બિરદાવીને કહ્યું કે, સિવીડ એ ભવિષ્યની જરૂરિયાત છે. સીવીડ પ્રોસેસિંગ કચ્છમાં થાય તે દિશામાં કામગીરી કરવામાં આવશે તેમ વિશ્વાસ કેન્દ્રિય મંત્રીએ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનના વિઝનના લીધે કચ્છના કાંઠાના વિસ્તારોમાં સીવીડ કલ્ટિવેશન થકી રોજગારીનો નવીન વિકલ્પ ઊભો થશે. કોરી ક્રીક વિસ્તાર દરિયાઈ શેવાળની ખેતીના પ્રયાસોને કેન્દ્રિયમંત્રીએ બિરદાવ્યા હતા. ગુજરાત સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું હોય સીવીડ ખેતીમાં અગ્ર હરોળમાં ઊભરી આવશે એવો આશાવાદ કેન્દ્રિય મંત્રીએ વ્યક્ત કર્યો હતો.

વધુમાં કેન્દ્રિય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સીવીડ ખેતીથી પર્યાવરણને ફાયદો થશે.‌ આ સીવીડ ખેતીમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના મહત્વની બની રહેશે. ખાસ કરીને સ્ટાર્ટઅપ આગળ આવે અને મહિલા સ્વયં સહાય જૂથ ભાગીદારી નોંધાવી એવી મંત્રીશ્રીએ અપીલ કરી હતી. કોરી ક્રીક ખાતે સી-વીડની ખેતીનું ઓન-ફિલ્ડ નિરીક્ષણ કેન્દ્રિય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલાએ કર્યું હતું.

Next Story