અરવલ્લી- સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

સાબરકાંઠા જિલ્લામાં પોશીનાને બાદ કરતા 8માંથી 7 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આમ અરવલ્લી અને સાબરકાંઠાના 14 પૈકી 10 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, વરસાદને પગલે હવે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો

author-image
By Connect Gujarat Desk
New Update
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ભારે ઉકળાટ અને બફારા બાદ સાર્વત્રિક વરસાદ નોંધાતા ગરમીથી રાહત મળી હતી તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યુ હતું અરવલ્લી જિલ્લામાં ચોમાસાનો માહોલ હવે જામવો શરુ થતા ખેડૂતો અને પશુપાલકો સહિત સ્થાનિકોને મોટી રાહત સર્જાઈ છે.
જિલ્લાના જળાશયો પણ મોટે ભાગે ખાલી છે અને સ્થાનિકો ચોમાસાના વરસાદને લઈ રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન વરસાદ વરસવાને લઈ મોટી રાહત સર્જાઈ છે. છેલ્લા કેટલાક દિવસથી જિલ્લામાં ભારે બફારા સાથે ગરમીને લઈ લોકોમાં પરેશાની વર્તાઈ રહી હતી.
આ તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ મોટાભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાવાને લઈ મોટી રાહત સર્જાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં પોશીનાને બાદ કરતા 8માંથી 7 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આમ અરવલ્લી અને સાબરકાંઠાના 14 પૈકી 10 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે હવે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
Latest Stories