Connect Gujarat
ગુજરાત

ઉપલેટા : જીમમાંથી ઘરે જતા યુવકને શખસે જીમની સીડી પર છરીના 19 ઘા ઝીંકી કરી હત્યા, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

ઉપલેટા : જીમમાંથી ઘરે જતા યુવકને શખસે જીમની સીડી પર છરીના 19 ઘા ઝીંકી કરી હત્યા, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો
X

રાજકોટનાં ઉપલેટામાં છરીનાં 19 ઘા ઝીંકીને યુવકની હત્યા કરવામાં આવી હતી. જેમાં શહેરનાં નક્ષત્ર કોમ્પલેક્ષ નજીક જીમમાં જઈ રહેલા આશિષ નાથાભાઈ ભાદરકા સાથે 4 દિવસ પહેલા થયેલી માથાકૂટનો ખાર રાખીને વિનય ઉર્ફે સુજુ હિતેષભાઇ ધામેચા નામના શખસે આ હત્યાને અંજામ આપ્યો હોવાની ફરિયાદ મૃતકનાં પિતાએ નોંધાવી છે. જેના આધારે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મૃતકનાં પિતા નાથાભાઇ ગોવિંદભાઇ ભાદરકાએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારો દિકરો આશિષ છેલ્લા બે વર્ષથી ઉપલેટા ટાઉનમા વિપુલ ડાઇનિંગ હોલ પાસે નક્ષત્ર કોમ્પ્લેક્ષમાં આવેલ બોડી ફીટનેસ જીમમાં કસરત કરવા માટે જાય છે. ગઈકાલે સાંજના સાડા ચાર કે પોણા પાંચ વાગ્યાના અરસામા તે ઘરેથી નીકળ્યો હતો. ત્યારે તેણે જીમમા કસરત કરવાના કપડા કાળુ ટ્રેક પેન્ટ તથા આછા બ્લ્યુ જેવા કલરનું ટી શર્ટ પહેરેલ હતું.

આશિષના ઘરેથી ગયા બાદ હું ઉપલેટા ટાઉનમાં ફરસાણની ફેરી કરવા માટે ગયો હતો અને સાંજના આઠેક વાગ્યાના અરસામા ઘરે પરત આવ્યો હતો. જેને પગલે પોલીસે મૃતકનાં પિતાની ફરિયાદને આધારે આરોપી સુજુને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે અને આરોપી હાથવેંતમાં હોવાનું પણ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Next Story