Connect Gujarat
ગુજરાત

વડોદરા : જૈન ધર્મના દિગંબર અને શ્વેતાંબર અનુયાયીઓને એક કરવા જૈનાચાર્ય દ્વારા સભા યોજાય...

વડોદરા : જૈન ધર્મના દિગંબર અને શ્વેતાંબર અનુયાયીઓને એક કરવા જૈનાચાર્ય દ્વારા સભા યોજાય...
X

જૈન ધર્મના દિગંબર અને શ્વેતાંબર અનુયાયો વચ્ચે ચાલી આવતા મતભેદને દૂર કરી જૈન ધર્મના અનુયાઓને એક કરવા વડોદરામાં દિગંબર અને શ્વેતાંબર જૈનાચાર્ય દ્વારા સભા યોજવામાં આવી હતી.

જૈન ધર્મમાં દિગંબર અને શ્વેતાંબર વચ્ચે ચાલી આવતા મતભેદને લઈ બન્ને એકબીજાના વિરોધી બન્યા છે, ત્યારે જૈન ધર્મના શ્વેતાંબર અને દિગંબરને એક કરવાના પ્રયાસનો આરંભ વડોદરાથી થયો છે. વડોદરા ખાતે શ્વેતાંબર અને દિગંબર જૈનાચાર્યનો વાજતે ગાજેતે સામૈયું કાઢવામાં આવ્યું હતું. જેમાં શ્વેતાંબર અને દિગંબર અનુયાયીઓ જોડાયા હતા. ત્યારબાદ દાલીયા વાડી ખાતે સભા યોજવામાં આવી હતી. આ સભામાં જૈનાચાર્યએ શ્વેતાંબર અને દિગંબરને એક કરવાની વાત કરી હતી. જૈન ધર્મના શ્વેતાંબર અને દિગંબર અને એક કરવાની અને મતભેદ દૂર કરવાની પહેલની શરૂઆત વડોદરાથી થઈ છે. જૈન ધર્મના અનુયાયીઓને એક કરવાની વડોદરામાં યોજાયેલ બેઠકમાં પેતાંબર અને દિગંબર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમને મતભેદ ભૂલી એક નવી નવી શરૂઆત કરવાની વાત કરી હતી. વર્તમાન સમયમાં જૈન ધર્મમાં માનનાર લોકોની સંખ્યા ઓછી છે, અને તેમાં પણ શ્વેતાંબર અને દિગંબર વચ્ચે ચાલી આવતા મતભેદથી અંતે નુકસાન જૈન ધર્મને માનનાર લોકોને થઈ રહ્યું છે, ત્યારે મતભેદ ભૂલી સમાજના લોકોને એક કરવાના ઝુબેશની શરૂઆત વડોદરાથી શરૂ થઈ છે.

Next Story