Connect Gujarat
ગુજરાત

વડોદરા : MSUની વિદ્યાર્થીની પર હુમલાનો પ્રયાસ, જાણો સમગ્ર મામલો શું છે.

વડોદરા : MSUની વિદ્યાર્થીની પર હુમલાનો પ્રયાસ, જાણો સમગ્ર મામલો શું છે.
X

છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક વિવાદોમાં સપડાયેલી એમ.એસ.યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં આવતી જોવા મળે છે. જેમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર એક યુવક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. જો કે,યુનિવર્સિટીમાં અભ્યાસ ન કરતો હોવા છતાં યુવકે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી હુમલાનો પ્રયાસ કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં રહેતી અને MSUમાં એસવાયબીકોમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કોલેજમાં ગઈ હતી. ત્યાં તે પોતાના મિત્રો સાથે હતી. જે બાદ તે પાણી ભરવા જતા અચાનક તેના પાડોશમાં રહેતા યુવકે તેના પર હુમલો કર્યો હતો. યુવકે વિદ્યાર્થીનું ગળું દબાવી દેતા યુવતીએ બુમાબુમ કરી મૂકી હતી. જેથી તાત્કાલિક સિક્યોરીટી ઘટના સ્થળ પર દોડી આવતા યુવક ત્યાંથી ભાગી ગયો હતો. મહત્વનું છે કે, વિદ્યાર્થીનીના પાડોશમાં રહેતો યુવક ઘનશ્યામ સૂર્યવંશી 10 દિવસથી તેની પાછળ પાછળ ફરતો હતો. જો કે, યુવતી કેમ્પસમાં પાણી ભરવા જતા ઘનશ્યામે કોલેજની યુનિટ બિલ્ડિંગમાં વિદ્યાર્થીનીનું ગળુ દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી વિદ્યાર્થીની દ્વારા ઘનશ્યામને પાઠ ભણાવવા માટે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને આધારે સયાજીગંજ પોલીસ દ્વારા ઘનશ્યામ સૂર્યવંશીની ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.આ અંગે વિદ્યાર્થીની જણાવે છે કે, MSUમાં એસવાયબીકોમમાં અભ્યાસ કરું છું. હું કોલેજમાં મારા મિત્રો સાથે બેસેલા હતા. તે સમયે હું પાણી ભરવા માટે ગઈ હતી. ત્યાં અમારી સોસાયટીના ઘનશ્યામ સૂર્યવંશી નામના છોકરાએ મારું ગળું પકડી લીધું હતું. ક્યાં કારણોસર તેણે આ કર્યું તે મને જાણ નથી. તેણે મારું ગળું દબાવ્યું તે સમયે સિક્યોરીટી ત્યાં આવી જતા તે ત્યાંથી ભાગી ગયો હતો. જો સિક્યોરિટી સમયસર ન આવ્યા હોત તો હું હાલ મરી ગઈ હોત. તેણે મારા વાળ પકડીને મને માર પણ માર્યો હતો. 10 દિવસથી તે મારા પાછળ આવતો હતો. મેં મારી માતાને પણ આ અંગે વાત કરી હતી. પરંતુ તેણે મને કશું કહ્યું ન હોવાથી મારી માતાએ કશું કહેવા કે કરવાની ના પાડી હતી. જે બાદ તેણે તે દિવસે મારું ગળું દબાવી દીધું હતું.

Next Story