/connect-gujarat/media/post_banners/976f11ea4c3b7a087a5bf129c9be50c477dde30c2a9d36c4444ccab1f137a5cd.jpg)
રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા ખાતે ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ આયોજિત સમારોહમાં ૧૭માં શ્રેષ્ઠતા એવોર્ડ્સ વિજેતા ઉધોગોને વિતરણ કર્યા હતા. રાજ્યમંત્રીએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરીને સમતોલ અને સાનુકૂળ ઔધોગિક વિકાસને પ્રોત્સાહિત કરનારા ઉદ્યોગોને પણ બિરદાવ્યા હતા.
આ પ્રસંગે મહેસુલ અને કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ૧૦૪ વર્ષ અગાઉ ગાયકવાડ શાસનમાં સ્થપાયેલ ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ રાજ્યમાં ઉદ્યોગોનો વિકાસ થાય, ઔધોગિક ક્ષેત્રે મહત્તમ સંશોધન થાય, પ્રક્રિયાઓના સરકાર દ્વારા કરવામાં આવતા સરળીકરણનો સદસ્ય ઉધોગોને ઝડપી લાભ મળે. એટલુ જ નહીં કોરોનાના કપરા કાળમાં પણ ગુજરાત અને દેશના ઉદ્યોગ જગતની પ્રગતિમાં રૂકાવટ આવી નથી, જેના પરિણામે આજે ગુજરાત અને દેશ આર્થિક રીતે આગળ વધી રહ્યા છે. ઔધોગિક ક્ષેત્રે લોકોની સુખાકારી માટે કેવી રીતે મદદરૂપ થઈ શકે તે માટેના સર્વગ્રાહી પ્રયાસો કરવામાં આવી રહી છે, જે સરાહનીય બાબત છે.