Connect Gujarat
ગુજરાત

વડોદરા: ધારાસભ્ય કેતન ઇનામદારે વિજળીના પ્રશ્ને MGVCLના અધિકારીઓ સાથે કરી બેઠક

X

વડોદરાના સાવલીમાં વીજળીના અનેક પ્રશ્નો

ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા બેઠક યોજાય

MGVCLના અધિકારીઓ સાથે બેઠક યોજી

પ્રશ્નનું નિરાકરણ લાવવા આપી સૂચના

વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પોતાના વિસ્તારમાં અપૂરતી વીજળી મળવાના પ્રશ્ને વીજ કંપનીના એમ. ડી. સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

વડોદરાના સાવલી તેમજ ડેસર તાલુકામાં અપૂરતી વીજળીના કારણે ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. ખેડૂતોને માત્ર આઠ કલાક વીજળી મળે છે અને તેમાં પણ ટ્રીપિંગ થવાના કારણે ખેડૂતોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તેવી ફરિયાદ સાથે આજરોજ કેતન ઇનામદાર દ્વારા એમજીવીસીએલના એમડી તથા અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં આ પ્રશ્ન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આ પ્રશ્નનું સુખદ નિરાકરણ આવશે તેવી આશા કેતન ઇનામદાર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

Next Story