/connect-gujarat/media/post_banners/809b9e48644ada48b923f535f36650ac031e41a692de7b21eb96a9c02e4c80c1.webp)
૨૪.૦૯.૧૯૯૫ના રોજ બનેલ હુલ્લડના ગુનામાં તા.૨૭.૦૯.૨૦૦૦ વડોદરાની સેશન્સ કોર્ટ દ્વારા શૈલેષ મહેતા તથા અન્ય પાંચને એક વર્ષની સજાના હુકમ સામે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા શૈલેષ મહેતા સહિત તમામને નિર્દોષ જાહેર કરી સજાનો હુકમ રદ્દ કર્યો છે.
તા.૨૪.૦૯.૧૯૯૫ના રોજ દબાણ જિલ્લા પંચાયતના સભ્યોની ટીમ દ્વારા પાણીગેટ પોલીસની સાથે મળી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. તે સમયે હુલ્લડ થયું હતું અને જેમાં પોલીસ દ્વારા ૮ રાઉંડ ગોળીબાર તથા લાઠીચાર્જ અને ટીયરગેસનો ઉપયોગ કરાયો હતો. હુલ્લડના બનાવ સામે પાણીગેટ પોલીસે રાયોટિંગ તથા ખૂનની કોશિશનો ગુનો નોંધી કુલ ૨૮ આરોપી સામે ચાર્જશીટ કરેલી.સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા શૈલેષ મહેતા તથા અન્ય પાંચને એક વર્ષની સજા થયેલી. શૈલેષ મહેતા તે સમયે વાઘોડિયા રોડના કોંગ્રેસના કોર્પોરેટર હતા અને લોકોની મદદે આવતા તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અપીલ ચાલી જતા તેઓના વકીલ તરફે થયેલ રજૂઆતો અને દલીલો ગ્રાહ્ય રાખી તમામને નિર્દોષ જાહેર કરવામાં આવતા; ૨૮ વર્ષ જૂના કેસમાં શૈલેષ મહેતાને મોટી રાહત મળી છે.