/connect-gujarat/media/post_banners/c14c0f1984a5f429f30b4a1c30bdeeeaf021fd5314ac097d8f95404df98dbfd4.jpg)
પાણીગેટ વિસ્તારમાં ગૌ માંસના સમોસા વેંચાણનો મામલો
દુકાન માલિક સહિત 6 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરાય
6 ઇસમોના કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજુર કરાયા
ઘણા સમયથી ગૌ માંસના સમોસા વેંચતા હોવાનું સામે આવ્યું
પોલીસે 6 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી
વડોદરા શહેરમાં નફો કમાઈ લેવાની લ્હાયમાં લોકોને ગૌ માંસના સમોસા વેંચતા 6 ઇસમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગત તા. 6 એપ્રિલના રોજ વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં હુસેની સમોસા સેન્ટર પર પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, જ્યાં 300 કિલોથી વધુ માસનો જથ્થો મળી આવ્યો હતો. જોકે, FSLની તપાસમાં ગૌ માંસ હોવાનું બહાર આવ્યું હતું, ત્યારે દુકાન માલિક યુસુફ શેખ અને નઈમ શેખ નામના ઈસમની પોલીસે ધરપકડ કરી હતી. આ સાથે જ દુકાનમાં કામ કરતા 4 લોકો સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેઓના 3 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસ પૂછતાછમાં ભાલેજના ઇમરાન કુરેશીનું નામ પણ ખૂલ્યું હતું. જે ગૌ માંસનો સપ્લાયર છે. ઉપરાંત દુકાન માલિક યુસુફ શેખના પિતા પણ સમોસા વેંચતા હતા. એટલે આ પરિવાર ઘણા સમયથી ગૌ માંસના સમોસા વેંચતા હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે. જોકે, નફો કમાઈ લેવાની લ્હાયમાં લોકોને ગૌ માંસના સમોસા વેંચતા ઇસમોઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.