Connect Gujarat
ગુજરાત

વડોદરા: ટ્રેનમાં ટિકીટ વગરના ૧૪.૩૯ લાખ મુસાફરો પાસેથી રૂ.૯૭ કરોડનો દંડ વસૂલ કરાયો

વડોદરા: ટ્રેનમાં ટિકીટ વગરના ૧૪.૩૯ લાખ મુસાફરો પાસેથી રૂ.૯૭ કરોડનો દંડ વસૂલ કરાયો
X

વડોદરા રેલવેમાં ટિકીટ વગર મુસાફરી કરતા મુસાફરો અને બુકિંગ વગર વાહનોની હેરાફેરી કરતા તત્વો સામે દંડનીય કાર્યવાહી કરીને રેલવે દર વર્ષે કરોડોની કમાણી કરે છે. જેમાં આ વર્ષે ૯ મહિનામાં જ રૃ.૯૭.૧૭ કરોડની આવક થઇ છે જે પાછલા વર્ષની સરખામણીમાં ૨૯૫ ટકા વધુ છે.

પશ્ચિમ રેલવેના જન સંપર્ક અધિકારીએ આપેલી માહિતી અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બર એમ ૯ મહિના દરમિયાન ટિકીટ વગર અને બુકિંગ વગર સામાન લઇ જતા ૧૪.૩૯ કેસ નોંધાયા છે જેમા દંડ થકી રેલવેએ કુલ રૃ.૯૭.૧૭ કરોડની વસુલાત કરી છે એકલા સપ્ટેમ્બર મહિનામાં જ આવા ૧.૫૯ કેસમાં રૃ.૯.૯ કરોડ દંડ પેટે લેવામા આવ્યા હતા.ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રેલવેએ ૨૪.૬૦ કરોડનો દંડ ફટકાર્યો હતો જે સરખામણીએ પશ્ચિમ રેલવેને આ વર્ષે દંડમાંથી થતી આવકમાં ૨૯૫ ટકાનો વધારો થયો છે.કોરોનાના સમયમાં બંધ કરેલી જામનગર-સુરત ઇન્ટરસિટી સહિતની ૩ પેસેન્જર ટ્રેનો હજુ ચાલુ કરવામાં આવી નથી જેના કારણે વડોદરાથી સુરત વચ્ચે અપ ડાઉન કરતા નોકરીયાત વર્ગ અને નાના વેપારીઓને ભારે મુશ્કેલી પડી રહી હોય આ ટ્રેન સત્વરે ચાલુ કરવા માટે માગ કરવામાં આવી છે.

કોરોનાના સમયે રેલવે દ્વારા તમામ ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી જો કે તબક્કાવાર તમામ ટ્રેનો શરૃ કરી દેવામાં આવી છે પરંતુ જામનગર-સુરત ઇન્ટરસિટી પેસેન્જર ટ્રેન હજુ શરૃ કરવામાં આવી નથી. જામનગર-સુરત ઇન્ટરસિટી સુરતથી સાંજે ૩.૩૫ વાગ્યે અને જામનગરથી બપોરે ૧૨.૩૫ વાગ્યે આવતી હતી આ ટ્રેન વડોદરાથી ભરૃચ, અંકલેશ્વર અને સુરત સુધી અપડાઉન કરતા નાના વેપારીઓ માટે ઉપયોગી છે.ફિરોઝપુર જનતા એક્સપ્રેસ ટ્રેનના મોટાભાગના સ્ટેશનો પર સ્ટોપેજ હતા જેના કારણે નાના ગામડાઓથી લાંબા અંતરે મુસાફરી કરતા મુસાફરોને સરળતા રહેતી હતી આ ટ્રેનનો લાભ વડોદરાથી મુંબઇ સુધી જતા લોકોને મળતો હતો. તો વિરમગામ મુંબઇ લોક ટ્રેન સામાન્ય પ્રવાસીઓ માટે આશીર્વાદ સમાન હતી. આ ત્રણ ટ્રેનો બે વર્ષથી બંધ છે. અપડાઉન કરતા કર્મચારીઓ, નાના વેપારીઓ અને સામાન્ય મુસાફરો દ્વારા ડીઆરએમ, જનરલ મેનેજર સુધી રજૂઆત કરવામાં આવી હોવા છતા હજુ ટ્રેનો શરૃ કરાઇ નથી ત્યારે હવે રેલવે પેસેન્જર એસોસિએશન દ્વારા રેલ મંત્રાલય અને વડાપ્રધાનને પત્ર લખીને આ ત્રણ ટ્રેનો શરૃ કરવા માટે માગ કરવામાં આવી છે.

Next Story