Connect Gujarat
ગુજરાત

વાગરા: પખાજણ સ્થિત યશો ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી બે લાખના કોપર વાયરની ચોરી

વાગરા: પખાજણ સ્થિત યશો ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી બે લાખના કોપર વાયરની ચોરી
X

વાગરાના પખાજણ ખાતે પી.આઈ.પી. ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ યશો કંપનીમાં કોપરના વાયરની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. બે લાખના કેબલ ચોરી પ્રકરણમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

વાગરા તાલુકાના પખાજણ ગામે પી.આઈ.પી. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવોલોપ થઈ રહ્યો છે. જેમાં હાલ યશો ઇન્ડસ્ટ્રીઝ લિ. કંપનીનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યુ છે. કંપનીના અંદરના ભાગે કોપર કેબલના ડ્રમ મુકવામાં આવ્યા હતા. જેમાંથી ૫૦ મિટર જેટલો કોપરનો કેબલ ચોરી થયા ની જાણ કંપની કર્મીએ કરી હતી. આ અંગે કંપનીના આસિસ્ટન્ટ મેનેજર જીતેન્દ્રસિંહ ભગતે ૨૦૦૦૦૦/- ₹ નો કોપર કેબલ ચોરીની ફરિયાદ વાગરા પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે ચોરી અંગે કાર્યવાહી હાથ ધરતા ચોરી થયેલ કેબલ વાયર અને સ્વિફ્ટ કારી સહિતનો 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, અને ચોર ઇસમોને ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વાગરા પોલીસ મથક વિસ્તારમાં ક્રાઇમ રેટનો ઊંચો જય રહ્યો છે, ખુલ્લે આમ ગુનેગારો ગુના આચરી પોલીસને પડકાર આપી રહ્યા છે.

Next Story