વાગરા: ઓરા ગામની સીમમાંથી થયેલ કેબલ વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો

વાગરા તાલુકામાં આવેલ ઓરા ગામની સીમમાં ચાલતી સોલાર સિસ્ટમની કામગીરી દરમિયાન 1000 મીટર કેબલ વાયરની ચોરીની ઘટનાને અંજામ આપનાર ત્રણેય આરોપીઓને પોલીસે મુદ્દામાલ

New Update
વાગરા

વાગરા તાલુકામાં આવેલ ઓરા ગામની સીમમાં ચાલતી સોલાર સિસ્ટમની કામગીરી દરમિયાન 1000 મીટર કેબલ વાયરની ચોરીની ઘટનાને અંજામ આપનાર ત્રણેય આરોપીઓને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો થકી મળતી વિગતો મુજબ વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં એક ખેતરમાં સોલારની પ્લેટોનું ફિટિંગ કાર્ય ચાલતું હતું. તે દરમિયાનમાં અજાણ્યા ચોર શખ્સો કોપરના કેબલ વાયરના બંડલો ચોરી કરી નાસી છૂટયા હતાં. ચોરી અંગે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આજરોજ ચાર જેટલા ઈસમો ભરૂચ શહેરના બાયપાસ વિસ્તારમાં કેબલના વાયરો વેચાણ અર્થે ફરતા હોવાની બાતમી મળતા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી વાળા સ્થળે પહોંચી ચોરીના બંડલો સાથે ચારેય ઈસમોને ઝડપી પાડયા હતા. તેઓની સઘન પૂછપરછ કરવામાં આવતા ચારેય ઈસમો પી.આઇ.ગ્રીન એનર્જી લિમિટેડ કંપનીના સોલાર ફિટિંગમાં કોન્ટ્રાક્ટ હેઠળ મજૂરી કામ કરતા હતા. અને તે વેળા વાયરના બંદલોનો જથ્થો સંતાડી દીધેલ અને કામગીરી પૂર્ણ થયા બાદ કોઈક વાહન મારફતે ભરૂચ લઈ આવ્યા હોવાની કબૂલાત કરી હતી. ઝડપાયેલા ચાર પૈકી એક ઈસમ શંકાસ્પદ જણાતા તેની ઓળખ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે કાર્યવાહી દરમિયાન પોલિકેબ કેબલના વાયર બંડલ નંગ 2 જેની કિંમત રૂપિયા 54,000 અને અંગે ઝડતીમાંથી મોબાઇલ નંગ 2 જેની કિંમત રૂપિયા 3,300 મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 57,300 સાથે આરોપી હરી ઓમ મૂળ રહેવાસી શાહજહાંપુર (યુ.પી.), શોએબ ખાન હાલ રહે. ઓરા, મૂળ રહે. શાહજહાંપુર (યુ. પી.) અને મદ્દામ ખાન મૂળ રહે. શાહજહાંપૂર (યુ. પી.)નાઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી આરંભી છે.

Latest Stories