Connect Gujarat
ગુજરાત

વલસાડ : જિલ્‍લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાય...

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ જિલ્‍લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી.

વલસાડ : જિલ્‍લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાય...
X

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ જિલ્‍લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. આ બેઠકના અધ્‍યક્ષસ્‍થાનેથી જિલ્‍લા કલેકટરએ સંકલન સમિતિના ભાગ-૧ અંતર્ગત જિલ્‍લાના પદાધિકારીઓના પ્રશ્નોની જે રજૂઆતો હતી તે રજૂઆતોની સમીક્ષા કરી હતી.

સમગ્ર બેઠકમાં ઉમરગામના ધારાસભ્‍ય રમણલાલ પાટકરના જીઆઇડીસી વાપી ખાતે કરેલ સંપાદનમાં ગયેલ પ્‍લોટવાળી જમીનનું વળતર ન મળવા બાબતના પ્રશ્નમાં વલસાડ પ્રાંત અધિકારીએ વાપી તાલુકાના વાપી ગામે જીઆઇડીસી માટે સંપાદન થયેલ જમીન નેશનલ હાઇવેને ચાર માર્ગીય કરવા માટે જરૂરિયાત જણાંતા સરકારને આ જમીન બાબતે દરખાસ્‍ત કરતાં જીઆઇડીસી વાપી તરફથી આ જમીન તબદીલ કરવામાં આવેલ છે, એમ જણાવેલ છે. નેશનલ હાઇવે ઓથોરીટી અને જીઆઇડીસી વાપીને આ જમીનની કિંમત બાબતે નિકાલ કરવા માટે જણાવેલ છે જેની કિંમત બાબતે નિર્ણય આવ્‍યા બાદ સરકારમાં દરખાસ્‍ત કરી વળતરની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે ધારાસભ્‍યના પાટકરના તુંબ ૭૦ નંબરના ફાટક થઇ રેલવે બોર્ડરથી તુંબ બેલુંદપાડાનો રસ્‍તો રીપેર કરવા બાબતે જિલ્લા કલેકટરે આ બાબતે એરીયા મેનેજર વેર્સ્‍ટન રેલવેને રીપેર કરવા માટે જણાવેલ છે. ઉમરગામ તાલુકાની કેટલી પ્રાથમિક શાળાઓના ઓરડાઓ જર્જરિત હોવાના કારણે બંધ કરવામાં આવ્‍યા છે, અને આ બંધ થયેલા ઓરડાઓ નવા બનાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે કે, કેમ એ બાબતના ધારાસભ્‍ય પાટકરના સવાલ બાબતે જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ જિલ્‍લા પંચાયત દ્વારા ૧૦ ઓરડાઓ અને ૧૪૫ આોરડાઓની રાજય સરકાર દ્વારા વહીવટી મંજૂરી મળેલ છે અને જિલ્‍લા પંચાયતના ઓરડાઓ નવા બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને રાજય સરકાર તરફથી જેમ ટેન્‍ડરો મંજૂર થશે તેમ કાર્યવાહી ર્તુત જ કરવામાં આવશે એમ જણાવ્‍યું હતું.

Next Story