વલસાડ : ભર વરસાદમાં જ ધમડાચી ગામમાં ડામર રોડની કામગીરી, તંત્ર સામે ઉઠ્યા સવાલ..!

દર વર્ષે વરસાદ દરમ્યાન અને વરસાદ બાદ રસ્તા બિસ્માર બનતા હોય છે. જે લાંબી પ્રક્રિયા બાદ મંજૂર થતાં હોય છે. પણ કામ શરૂ થતાં વરસાદ આવી જતો હોય છે.

New Update

વલસાડ તાલુકાના ધમડાચી ગામના પીરૂ ફળિયામાં વરસતા વરસાદ વચ્ચે પણ ડામર રોડની કામગીરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છેત્યારે વરસાદ પહેલા જ રોડના વિકાસ કાર્યને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.

દર વર્ષે વરસાદ દરમ્યાન અને વરસાદ બાદ રસ્તા બિસ્માર બનતા હોય છે. જે લાંબી પ્રક્રિયા બાદ મંજૂર થતાં હોય છે. પણ કામ શરૂ થતાં વરસાદ આવી જતો હોય છે. જોકેકામ લીધું હોય જેને પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટર પણ જે તે સ્થિતિમાં કામ કરતો રહે છે. આજે પણ કંઈક એવું જ  બન્યું છે. વલસાડ જિલ્લાના ધમડાચી ગામના પીરું ફળિયામાં સવારે વરસાદ વરસ્યો હતો. જેમાં રસ્તો ભીનો થઈ ગયો હતો. છતાં પણ તેના પર ડામર રોડનું કામ ચાલુ જ રહ્યું હતું. ન તો રસ્તો સુકાવા દીધોન તો એર મારી એને સૂકો કર્યોજ્યાં હળવો વરસાદ પડતો રહ્યોઅને ડામર રોડની કામગીરી યથાવત રહી. આ જ ડામર રોડ જો ભર તડકામાં બન્યો હોત તો ડામર ચોંટી જાત અને રસ્તો પણ ટકી ગયો હોત. પરંતુ ભર વરસાદમાં જ આ કામગીરી કરતાં ડામર ચોંટતો નથી . લોકોનું માનવું છે કેસરકાર સારુ જ કામ કરે છેઅને વિકાસ માટે પૈસા પણ આપે છે. પરંતુ એ પૈસાનો સદુપયોગ થતો નથીઅને જે સમયે કામ થવું જોઈએ એ સમયસર ન થતાં આખરે વિકાસ કામનો ખર્ચો પાણીમાં જતો હોય છે.

Latest Stories