New Update
વલસાડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ
ઉપરવાસમાં ભારે વરસાદ
વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા
NDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ
9 લોકોનો જીવ બચાવાયો
ઉપરવાસમાં વર્ષે ભારે વરસાદના પગલે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વલસાડ શહેર અને આજુબાજુના વિસ્તારમાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઓરંગા નદીની બંને બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. જેને લઇને તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું હતું. 400 જેટલા લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.વલસાડના તળિયાવાડ, બરૂડિયા વાડ અને કાશ્મીરા નગરના લોકોને જ્યાં જરૂર પડે ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તો આ સાથે ભરેલીમાં એનડીઆરએફની ટીમ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં નવ લોકોને ઘરોમાંથી હેમખેમ બહાર લાવવામાં આવ્યા હતા તો બીજી તરફ આખી રાત વલસાડ નગરપાલિકાના ફાયર વિભાગના અને પોલીસ વિભાગના કર્મચારીઓ ખડે પગે તૈનાત રહ્યા હતા
Latest Stories