વલસાડ : કપરાડા નેશનલ હાઈવે પર પુલની ખસ્તા હાલત, માર્ગમાંથી બહાર નીકળી આવ્યા અનેક સળિયા...

વલસાડ જિલ્લાના કપરાડા નેશનલ હાઈવે પર પુલની ખસ્તા હાલત વચ્ચે માર્ગમાંથી બહાર નીકળી આવેલા અનેક સળિયા જાણે કોઈ મોટા અકસ્માતને નોતરું આપી રહ્યા

New Update

કપરાડા નેશનલ હાઈવે પર પુલની ખસ્તા હાલત

માર્ગમાંથી બહાર નીકળી આવ્યા છે અનેક સળિયા

બિસ્માર માર્ગ આપી રહ્યો છે મોટા અકસ્માતને નોતરું

માર્ગમાં નીકળેલા સળિયા વાહનચાલકો માટે જોખમ

વહેલી તકે બિસ્માર માર્ગના સમારકામની માંગ ઉઠી

વલસાડ જિલ્લાના કપરાડા નેશનલ હાઈવે પર પુલની ખસ્તા હાલત વચ્ચે માર્ગમાંથી બહાર નીકળી આવેલા અનેક સળિયા જાણે કોઈ મોટા અકસ્માતને નોતરું આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા નેશનલ હાઈવે નં. 848 પર આવેલા પુલની હાલત અત્યંત જર્જરિત બનતી જઈ રહી છે. લોકોના જણાવ્યા મુજબપુલના સપાટી પરથી જે સળિયા બહાર દેખાઈ રહ્યા છેજે કોઈપણ સમયે ગંભીર દુર્ઘટનાનું કારણ બની શકે છે. અહી નાના પુલ પરથી દિવસભર મોટી સંખ્યામાં વાહનો અવરજવર કરે છે. જેમાંથી ભારે વાહનોનો પણ સમાવેશ થાય છે. માર્ગમાંથી સળિયા બહાર આવવાના કારણે વાહનચાલકોને જોખમ ભોગવવું પડી રહ્યું છે. વરસાદી મોસમમાં સ્થિતિ વધુ જ કથળી શકે છેઅને અકસ્માતની શક્યતા વધી શકે છે. સ્થાનિક રહેવાસીઓ અને મુસાફરો દ્વારા બિસ્માર માર્ગની તાત્કાલિક મરામત માટે રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમ છતાં હજુ સુધી કોઈ નિર્ધારિત પગલાં લેવામાં આવ્યા નથીત્યારે હવે વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.

Latest Stories