Connect Gujarat
ગુજરાત

વલસાડ : ત્રિદિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિરમાં જિલ્લાના યોગ કોચને સન્માનિત કરાયા...

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ત્રિદિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર નડિયાદના વડતાલ ખાતે તા. ૨૪થી ૨૬ ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી.

વલસાડ : ત્રિદિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિરમાં જિલ્લાના યોગ કોચને સન્માનિત કરાયા...
X

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ત્રિદિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર નડિયાદના વડતાલ ખાતે તા. ૨૪થી ૨૬ ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીની અધ્યક્ષતામાં આયોજિત યોગ કોચ તાલીમ શિબિરમાં યોગ અભ્યાસ, યોગ કોચના કાર્ય, યોગ આહાર, યોગ પ્રચાર માટે સોશિયલ મીડિયાનું મહત્વ, યોગ પ્રચાર માટે જન સંપર્ક વગેરે બાબતો પર નિષ્ણાતો દ્વારા તાલીમ અપાઈ હતી. સાઉથ ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિ પાંડેના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર નિલેશ કોશિયાની આગેવાનીમાં વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાથી યોગ કોચ ધનસુખ પટેલ, તનુજા આર્ય, અશ્વિન બસ્તા, શિવમ ગુપ્તા, મનીષા ઠાકોર, સંદીપ દેસાઈ, શીતલ ટ્રીગોત્રા, માયા ઘોડગે, પ્રીતિ વેષ્ણવ, વિપુલ ભંડારી, દક્ષા રાઠોડ અને ગોપાલ મહેતાએ શિબિરમાં ભાગ લીધો હતો. તાલીમ શિબિર સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ દરેક યોગ કોચને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Next Story