વડોદરા : વડોદરાના ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી રથ નગરચર્યાએ નીકળ્યો, લાખો શ્રધ્ધાળુઓ ઉમટ્યા

વડોદરા શહેરમાં મહાશિવરાત્રીના પવન અવસર નિમિત્તે પ્રતાપ નગરના રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શિવજી કી સવારી નીકળી હતી,લોખંડી સુરક્ષા કવચ સાથે આયોજિત નગરચર્યામાં

New Update

શિવજી કી સવારી યાત્રાનું ભવ્ય આયોજન

રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી યાત્રાનું પ્રસ્થાન

ભોળાનાથ પરિવાર સાથે નગરચર્યાએ નીકળ્યા

યાત્રામાં ભક્તો જોડાઈને થયા ભાવવિભોર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉતારી મહાઆરતી

વડોદરા શહેરમાં મહાશિવરાત્રીના પવન અવસર નિમિત્તે પ્રતાપ નગરના રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શિવજી કી સવારી નીકળી હતી,લોખંડી સુરક્ષા કવચ સાથે આયોજિત નગરચર્યામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

વડોદરા શહેરમાં જીવના શિવ સાથે મિલન કરાવતા મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.વિવિધ શિવમંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યારે શિવજી કી સવારીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.શહેરના પ્રતાપનગર ખાતેના રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શિવજી કી સવારી નીકળી હતી.ભગવાન ભોળાનાથ પોતાના પરિવાર સાથે નગરચર્યાએ નીકળતા ભક્તો ભાવવિભોર બન્યા હતા.સંધ્યાકાળે સુરસાગરની મધ્યમાં બિરાજમાન સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સમક્ષ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે પોલીસતંત્ર દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.  

Latest Stories