વેરાવળના ધબકતા વિસ્તાર રેલવે સ્ટેશન નજીક એક ધર્મશાળાના બંધ મકાનમાં દીપડો ઘૂસતા વન વિભાગ દ્વારા ત્રણ કલાકે મહામુસીબતે ટ્રેંક્યુલાઈઝ કરી દિપડા નું રેસ્ક્યુ કરાયું. દીપડાને જોવા હજારો લોકો આવી પહોંચતા વેરાવળ પોલીસ દ્વારા સ્થળ પરથી લોકોને દૂર કરવા માટે સતત કામગીરી કરાઈ. પોલીસ અને વન વિભાગના સહિયારા પ્રયત્નોથી ખૂબ જ ભરચક વિસ્તારમાંથી કોઈ પણ નુકસાન વગર દીપડાનું રેસ્ક્યુ શક્ય બન્યું.
આજે બપોરે 3:30 થી 04:00 વાગ્યાની વચ્ચે વેરાવળ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ રામનિવાસ ધર્મશાળામાં દીપડો ઘૂસી ગયા ની જાણ ચોકીદાર દ્વારા વન વિભાગને કરવામાં આવી. વેરાવળ રેન્જની વન વિભાગ ની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી રેલવે સ્ટેશન વિસ્તાર ધબકતો વિસ્તાર હોય દીપડાને જોવા હજારો લોકો કુતલહ વશ એકઠા થયા હતા ત્યારે દીપડા જેવું હિંસક પ્રાણી જો લોકો વચ્ચે જાય તો ભયા સ્થિતિ સર્જાવાની બીક હતી. વેરાવળ સીટી પીઆઈ સુનિલ ઇસરાણી અને તેમનો સ્ટાફ સ્થિતિની ગંભીરતા ને સમજીને ધર્મશાળા બહારથી એકઠી થયેલ ભીડને દૂર કરવામાં લાગી ગયો. વન વિભાગ દ્વારા સીમાર એનિમલ કેર સેન્ટર ખાતેથી દીપડાને trankulice એટલે કે બેભાન કરવા માટે નિષ્ણાતોની ટીમ બોલાવવામાં આવી. દીપડાને ટ્રેંકુલાઈઝ કરવા માટે સ્થિતિ ખૂબ જ પડકારજનક હતી. દીપડો ધર્મશાળા ના બંધ મકાનમાં ઉપલા અને નીચલા માળે આવજાવ કરી રહ્યો હતો. દીપડાને બેભાન કરવા ટ્રેંકયુલાઈઝર ગન દ્વારા નિશાન લગાવવું ખૂબ જ અઘરું બન્યું હતું. દીપડાને પહેલું નિશાન લગાવતા તેને ઇન્જેક્શન ની દવાની કોઈ અસર થઈ નહોતી ત્યારે તેને બીજી વખત ફરીથી ટ્રેંક્યુંલાઇસ કરતા દીપડો બેભાન થયો હતો. ત્યારે દીપડાને સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે જ્યાં તેની તપાસ કરીને જો તે સ્વસ્થ હશે તો નેચરલ હેબિટાટમાં મુક્ત કરવામાં આવશે.