/connect-gujarat/media/post_banners/1551f79055ca0c645a9c02c0d72b01a64e31874fe5e6d0e6c11d61a387da0d03.webp)
દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યુંછે. હવે આજે કામિનીબા રાઠોડ ભાજપમાં જોડાશે. દહેગામ બેઠકની ટિકિટ ના મળતાં તેઓ નારાજ થયા હતા. કોંગ્રેસ ટિકિટ ન આપતાં તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી. જેના બાદ તેમણે આજે પક્ષને રાજીનામું ધર્યું છે. દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ કોંગ્રેસને રામ રામ કર્યાં છે. કામિનીબા રાઠોડે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. હવે તેઓ આજે ભાજપમાં જોડાશે.
મહત્વનું છે કે હાલમાં જ કામિનીબા રાઠોડ કોંગ્રેસમાં રૂપિયા લઈને ટિકિટના સોદા થયા આક્ષેપ કર્યા હતા. તે બાદ હવે તેમણે રાજીનામું આપતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસ ટિકિટ ના આપતા કામિની બાર રાઠોડે અપક્ષ ઉમેદવારી કરી હતી. જોકે, દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ અપક્ષ ઉમેદવારો માટેનું ફોર્મ પરત ખેંચ્યું હતું. સમાજના આગેવાનોની સમજાવટ બાદ તેમણે ફોર્મ પરત ખેંચ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી. જોકે, અપક્ષ ઉમેદવારી પરત ખેંચ્યા બાદ તેમણે તાત્કાલિક કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનું મન બનાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ નો તાજેતરમાં જ એક ઓડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે કોંગ્રેસમાં વિધાનસભાની ટિકિટ રૂપિયાના જોરે મળતી હોવાનો આરોપ તેમણે મૂક્યો હતો. ઓડિયોમા ભાવિન નામના શખ્સ ટિકિટ માટે રૂપિયાની વાતચીત કરી હતી. જેમાં 70 લાખ અને 50 લાખ જેટલી રકમ પણ ઓડિયો મા ઉલ્લેખ કર્યો હતો.