ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

New Update
ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દિધુ છે. અર્જૂન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. અર્જૂનભાઈ કૉંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી પણ રાજીનામું આપી દિધુ છે. કૉંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જૂનભાઈએ કારણ પણ જણાવ્યું છે.

અર્જૂન મોઢવાડિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, યુવાકાળથી કૉંગ્રેસ સાથે જોડાયેલ હતો. કપરા સમયમાં જવાબદારી સંભાળી હતી. થોડા સમયથી ગૂંગળામણ અનુભવી રહ્યો હતો. છેલ્લા અનેક વર્ષોથી કૉંગ્રેસ પક્ષમાં આર્થિક અને સામાજિક બદલાવ લાવી શક્યો નહી. કૉંગ્રેસ પક્ષમાં મે બધું આપ્યું છોડવું મુશ્કેલ હતું. પોરબંદરના લોકોની આશા એવી જ હતી. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ સ્વીકારવામાં ન આવ્યું તે યોગ્ય નહોતું.

#India #ConnectGujarat #MLA #Gujarat Congress Arjun Modhwadia
Latest Stories