અમરેલી : રાજુલાના વાવેરા ગામે હિંસક બનેલી સિંહણે કર્યો 3 લોકો પર હુમલો, સ્થાનિકોમાં ભયનો માહોલ...

વન વિભાગ વિફરેલી સિંહણને ટ્રાંગ્યુલાઈજ કરી બેભાન કરે તે પહેલા જ સિંહણે ત્રીજો હુમલો કર્યો

અમરેલી : રાજુલાના વાવેરા ગામે હિંસક બનેલી સિંહણે કર્યો 3 લોકો પર હુમલો, સ્થાનિકોમાં ભયનો માહોલ...
New Update

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામ ખાતે હિંસક બનેલી સિંહણે એક જ દિવસમાં 3 લોકો ઉપર હુમલો કરતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામ ખાતે ફરી એકવાર સિંહણનો હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સવારના સમયે 2 લોકોને ઈજાગ્રસ્ત કર્યા બાદ સિંહણનો ફરી વળતો હુમલો થયો છે. મળતી માહિતી અનુસાર, વાડી વિસ્તારમાં રહેતા એક યુવાન અને એક આધેડ મહિલા પર સિંહણે હુમલો કર્યો હતો. બનાવના પગલે વન વિભાગ દ્વારા સિંહણની શોધખોળ કરવા છતાં સિંહણનું યોગ્ય લોકેશન મળ્યું નહોતું.

તેવામાં વન વિભાગ વિફરેલી સિંહણને ટ્રાંગ્યુલાઈજ કરી બેભાન કરે તે પહેલા જ સિંહણે ત્રીજો હુમલો કર્યો હતો. જેમાં અન્ય ત્રીજા વ્યક્તિને વીફરેલી સિંહણે ઈજાગ્રસ્ત કર્યો હતો. દિનેશ સાંખટ નામના યુવાન પર સિંહણે હુમલો કરતાં ઈજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ, વાવેરા ગામમાં હિંસક બનેલી સિંહણથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો., જ્યારે બનાવ સંદર્ભે હિંસક બનેલી સિંહણને પકડવા માટે વન તંત્ર દ્વારા રેસ્ક્યું કામગીરી શરૂ કરવામાં આવી છે.

#Amreli Samachar #Vavera village #lioness attacke #વાવેરા ગામ #Amreli: Forest department #Animal Attack #વન વિભાગ
Here are a few more articles:
Read the Next Article